આપના જીવનસાથીની શોધમાં આજે જ જોડોઓ.
આપ જોડાઓ બીજાને જોડાવા પ્રોત્સાહીત કરો.
41-48 સમાજ આપને આપના જીવનસાથીની શોધ માટે આમંત્રણ આપે છે. અમારો આ પ્રયત્ન આ આપના પ્રિયતમ પાત્રની શોધ કરી તેમની સાથે લગ્નના બંધનથી જોડાવો અને જીવનભર એકબીજાના પ્રેમ અને સહયોગથી ખુશ રહો. આપની એક સફળ પ્રેમયાત્રા આ વેબસાઈટ બનાવવાના ઉદ્દેશ્ય ને પુર્ણ કરશે. આપના સફળ લગ્ન જીવન માટે યોગ્ય પાત્રની શોધ આ વેબસાઈટ બીજા લોકો માટે માર્ગદર્શક બની રહેશે.
50000
Customers Worldwide
32472
Satisfied Customers
10
Years Experience
41-48 મિલાપ શા માટે
સમાજના સભ્યો માટે, સચોટ માહિતી પુર્ણ બાયોડેટા, સલામત અને સુરક્ષીત, વિગતવાર કૌટુંબીક માહિતી.
આજના ઝડપી જમાનામાં વાલીઓ માટે તથા પરણવા યોગ્ય બાળકો માટે સૌથી મોટો પ્રશ્ન છે યોગ્ય વિશ્વાસુ પાત્ર. પહેલાના સમયમાં સમાજના અમુક વડિલો સમાજમાં બાળકો માટે યોગ્ય પાત્ર શોધવા માટે મદદરુપ બનતા હતા. વળી તે સમયમાં અમુક ગામમાં દિકરી આપવી તથા અમુક ગામની દિકરી લેવી તેવી પ્રથા હતી જે યોગ્ય પાત્ર શોધવામાં સરળ રહેતુ હતુ.
હવે જમાનો બદલાયો છે. ગામનાં બંધન છુટી ગયા છે. દિકરા-દિકરીઓ ઉચ્ચ-અભ્યાસ કરતા થયા. બાળકો સાથે અભ્યાસ કરતા કે નોકરી કરતા માંથી તેમના માટે જીવનસાથી શોધવા લાગ્યા છે. પ્રેમ લગ્નની સફળ થઈ શકે છે પણ ઘણા સંજોગામાં તે લગ્નજીવન સફળ નથી રહેતા. સમાજનો મોટા ભાગના લોકોનો પ્રયત્ન હોય છે તે કેમના બાળક માટે સમાજ માથી જ યોગ્ય પાત્ર મળી રહે. ઉચ્ચ અભ્યાસ માટે કે નોકરી ધંધા માટે બાળકો દેશ-વિદેશ જવા લાગ્યા.
બાળકોના સંબંધો માટે હવે કોઈ વડીલો માધ્ય બનવા રહ્યા નથી. જેના કારણે સમાજમાં બાળક માટે યોગ્ય પાત્ર શોધવુ એ એક પડકાર બની ગયો છે. અમેરીકા જેવા દેશમાં. આર. એસ. પટેલ (રિદ્રોલવાળા) જેવા લોકો પણ છે જે બાળકોના બાયોડટા ઉઘરાવી તેને સમાજમાં જરુરી લોકોને પહોચાડવાનું પુણ્ય કાર્ય કરી રહ્યા છે. ઈન્ટરનેટના જમાનામાં ઘણી લગ્નવિષયક વેબસાઈટો બની ગઈ છે પણ તેમાં મોટી રકમ ચુકવી બાયોડેટા મુકવો પડે છે.
આપણા બન્ને સમાજમાં દિકરીઓની આપલે ઘણા વર્ષોથી થતી રહી છે. સમાજમાં આપના બાળકોમા માટે સમાજમાંથીજ યોગ્ય પાત્ર મળી રહે તે માટે આ વેબકાઈટ બનાવવામાં આવી છે. અહી ફક્ત અને ફક્ત આપણા બે સમાજના બાળકોના બાયોડેટા સ્વીકારવામાં આવશે. અન્ય સમાજમાં પરણાવેલ આપણી દિકરીના બાળકો પણ આ વેબસાઈટ પર બાયોડેટા નહી મુકી શકાય.
આપ સૌને વિનંતી કે આપણા બન્ને સમાજના દેશ-વિદેશમાં રહેતા દરેક લોકોને આ વેબસાઈટ નો મહત્તમ ઉપયોગ કરી શકે તે માટે આપણા સમાજના તથા સમાજના ગામના વોટ્સઅપ ગ્રુપમાં લીંક મોકલશો.
આ વેબસાઈટ ફક્ત 41 અને 48 ગામ કડવા પાટીદાર સમાજ ના સભ્યો માટે જ છે માટે અન્ય કોઈ સમાજની વ્યક્તિઓએ ફોર્મ ભરવા નહી. સમાજના સભ્યોએ આપ સમાજના ગામના છો તે પ્રમાણિત કરવા સમાજની ઓફીસેથી લેટરપેડ પર લખાણ લખાવી પોસ્ટ કરવાનું રહેશે. આપ વેબસાઈટ પર આપેલ પ્રતિનીધી પાસેથી પણ લખાણ કરાવી શકો છો.
Save Time Money - Get Started Today
We write rarely, but only the best content.
Please check your email for a confirmation email.
Only once you've confirmed your email will you be subscribed to our newsletter.